Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પ્રેગનન્સીમાં પણ મેળવો કુલ લુક

આજના સમયમાં દરેક મહિલા કોઈ પણ ઋતુમાં સ્ટાઈલીશ દેખાવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ એક ગર્ભવતી મહિલા માટે પોતાને સ્ટાઈલીશ લુશ આપવો મુશ્કેલ છે. ફેશનના આ મોર્ડન યુગમાં ગર્ભવતી મહિલા માટે પણ વિકલ્પની કોઈ કમી નથી. એટલુ જ નહિં તે ફેશનેબલની સાથે કમ્ફર્ટેબલ પણ હોય છે. તો જાણી લો એવા કેટલાક ડ્રેસ અને લુક વિશે.

 જો તમે પણ વર્કિંગ વુમન છો તો પ્રેગનન્સી દરમિયાન તમે ઓફિસમાં સ્ટાઈપ્સ અથવા ચેકડ શર્ટ સાથે મેટરનીટી સ્કર્ટ પહેરી શકે છે. આ સ્કર્ટ કંઈક એવી રીતે બનાવવામાં આવે છે કે તેમાં તમારા બેબી બંપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહિં થાય. તે તમને કર્મ્ફટેબલ ફીલ કરાવશે.

જ્યારે કેઝુઅલ લુકમાં પણ તમારી પાસે ઘણા ઓપ્શન છે. તમે મેકસી ડ્રેસ ઉપરાંત અલગ સ્ટાઈલ અને પ્રિન્ટના ટોપને મેટરનીટી શોર્ટસ અથાવ મેટરનીટી જીન્સ સાથે પહેરી શકો છો.

તમે લોન્ચ અને શોર્ટ વન પીસ ટોપ અથવા ગાઉન પણ પહેરી શકો છો. જે સ્ટાઈલીશ લુક આપવાની સાથે આરામદાયક પણ હોય છે.

આ ઉપરાંત જો તમે તમારા લુકને સ્પાઇસ અપ કરવા ઈચ્છો છો તો લેયરીંગ કરવુ એ એક સારો વિચાર છે. તેથી તમે કીમોનો, શ્રગ અથવા ડેનિમ જેકેટ, વગેરેનો સહારો લઈ શકો છો.

આ દરમિયાન તમે માત્ર સ્ટાઈલ પર જ ધ્યાન ન આપો. પરંતુ, હંમેશા એવા કપડા પહેરો જે આરામદાયક હોય. સાથે કપડા લાઈટવેટ પણ હોય અને તેનુ કાપડ પણ સારૂ હોવુ જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન ફીટીંગ ડ્રેસ ન પહેરવા જોઈએ. તેનાથી તમારા ગર્ભસ્થ શીશુને નુકશાન પહોંચી શકે છે.

(10:14 am IST)