Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

બ્રાઝિલમાં હાલમાં કોરોના વાયરસના નવા વેરિએંટ સામે આવતા લોકોમાં ભય

નવી દિલ્હી: કોરોના વાયરસે જ્યારથી આખી દુનિયામાં પગ પેસારો શરૂ કર્યો છે ત્યારથી દરેક મોરચે દુનિયા પછડાઈ રહી છે. કોરોનાના કપરા કાળ દરમિયાન નવી નવી સ્ટડીઓ સામે આવતી રહે છે. તેમાં કેટલાક ખુલાસા થાય છે અને કોરોના સામે લડવાની નવી દિશા પણ. આપણે અવારનવાર કોરોનાના નવા વેરિએન્ટ બાબતે સમાચારોમાં સાંભળતા હોઇએ છીએ. બ્રાઝીલમાં હાલમાં કોરોના વાયરસના 19 વેરીએન્ટ મળવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તેને લઈને વૈજ્ઞાનિકોએ પણ પોતાની વાતો રાખી છે.

બ્રાઝીલમાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ સતત વધતું જઈ રહ્યું છે. દરમિયાન બ્રાઝીલના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારી જાણકારી આપી છે. બ્રાઝીલના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, બ્રાઝીલના સાઓ પાઉલો રાજ્યમાં કોરોનાના ઓછામાં ઓછા 19 વેરિએન્ટ (પ્રકારો)ની ઓળખ કરવામાં આવી છે. બ્રાઝીલના જૈવિક અનુસંધાન કેન્દ્ર, ઇન્સ્ટિટ્યૂટ બુટાનટને એક નિવેદન આપીને જાણકારી આપી છે. નિવેદનમાં તેમણે કહ્યું હતું કે સાઓ પાઉલો રાજ્યમાં કોરોના વાયરસના 19 નવા વેરિએન્ટ ફરી રહ્યા છે.

(5:51 pm IST)