Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

નાસાએ કેરીના નેબ્યુલાની ઝલક દેખાડતો વિડીયો ઓફિશિયલ શેર કર્યો

નવી દિલ્હી: નાસાએ પોતાના ઓફિશિયલ હબલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો ખૂબ ખાસ છે, જેમાં કેરિના નેબ્યુલાની ઝલક જોવા મળે છે. કેરિના નેબ્યુલા આપણી ગેલેક્સીના સૌથી મોટા ક્ષેત્રોમાંથી એક છે જ્યાં સ્ટાર્સનું નિર્માણ થાય છે. નાસાએ આને હબલ ટેલિસ્કોપ દ્વારા શૂટ કર્યું છે. નાસાએ ટ્વિટ કરતાં લખ્યું કે, હબલ ક્લાસિક કેરિના નેબ્યુલાનો એક નાનકડો ભાગ એક્સપ્લોર કરે છે, જે સૌથી મોટા સ્ટાર ફોર્મિંગ ક્ષેત્રોમાંથી એક છે. નેમ્બુલા આપણાંથી લગભગ ૭૫૦૦ પ્રકાશ વર્ષ દૂર છે અને મોટાભાગે હાઇડ્રોઝન ગેસથી બનેલું છે.

ઉલ્લેખનીય છે કે, હબલ ટેલિસ્કોપ એક આધુનિક અને ખૂબ મોટું ટેલિસ્કોપ છે. જે સ્પેસ શટલ દ્વારા ૨૪ એપ્રિલ, ૧૯૯૦માં ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ટેલિસ્કોપ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ મળીને સ્પેસમાં સ્થાપિત કર્યું હતું. આને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, એસ્ટ્રોનોટ્સ આને સરળતાથી રિપેર અને આધુનિક ટેક્નિક પ્રમાણે અપગ્રેડ કરી શકે છે.

(5:50 pm IST)