Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પુત્રએ માતાની હત્યા કરી ૧૦૦૦ ટૂકડા કર્યા : કૂતરા સાથે મળી એક સપ્તાહ સુધી ખાતો રહ્યો માતાનું માંસ

માતાના ૧૦૦૦ ટુકડા કરી પ્લાસ્ટિકની બેગમાં ભરીને ફ્રીજમાં રાખી દીધા હતા : તે તેને એક સપ્તાહ સુધી પકાવીને તો કયારેક કાચા ખાતો હતો

મેડ્રીડ,તા. ૧૭: સ્પેનમાં એક નિષ્ઠુર પુત્રએ પોતાની માતાની હત્યા કરીને તેના ૧૦૦૦ ટુકડા કર્યા હતા અને એક સપ્તાહ સુધી તેને ખાતો રહ્યો હતો. ૨૮ વર્ષીય પુત્રની જયારે ધરપકડ કરવામાં આવી તો કોર્ટમાં તેણે માનસિક બીમારીનું નાટક પણ કર્યું. જોકે તેનો આ ડ્રામા વધારે સમય ચાલ્યો ન હતો.

આ ક્રૂર ઘટના સ્પેનના વેંટસમાં બની હતી. ૨૮ વર્ષના અલ્બર્ટો સાંચેજ ગોમેજ પોતાની માતા સાથે રહેતો હતો. એક દિવસ તેનો પોતાની ૬૮ વર્ષની માતા સાથે ઝઘડો થયો હતો. જે પછી અલ્બર્ટોએ ગુસ્સામાં આવીને પોતાની માતાની હત્યા કરી દીધી હતી અને તેના શરીરના ૧૦૦૦ ટુકડા કરી નાખ્યા હતા.

ગળું દબાવીને માતાની હત્યા કર્યા પછી અલ્બર્ટો લાકડા કાપવાની આરીનો ઉપયોગ કરીને પોતાની માતાના શરીરના હજાર ટુકડા કરી નાખ્યા હતા. આ ટુકડાને તેણે પ્લાસ્ટિકની બેગમાં ભરીને ફ્રીજમાં રાખી દીધા હતા. તે તેને એક સપ્તાહ સુધી પકાવીને તો કયારેક કાચા ખાતો હતો. ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે પાડોશીઓ અને તેના માતાના એક મિત્રએ જયારે તેમને ના જોયા તો ગુમ થવાની રિપોર્ટ લખાવી હતી.

રિપોર્ટ પછી પોલીસ મહિલાની શોધમાં લાગી ગયા હતા. આ ક્રમમાં જયારે મહિલાના ઘરે પહોંચ્યો તો ત્યાંનું દ્રશ્ય જોઈને ચકિત રહી ગયા હતા. બેડ પર મહિલાનું માથું, હાથ અને દિલ કાઢીને રાખવામાં આવ્યા હતા અને પુત્ર પોતાના પાળેલા કુતરા સાથે મળીને માંસ ખાઇ રહ્યો હતો. આ સિવાય લાશના બીજા ટુકડા ફ્રિજમાંથી મળી આવ્યા હતા.

આ ઘટના ૨૦૧૯ના છે. ૨૧ ફેબ્રુઆરીએ જયારે અલ્બર્ટોની ધરપકડ કરી પોલીસ કોર્ટમાં લઇ ગઇ તો તેણે માનસિક બીમારીનો હવાલો આપીને કહ્યું કે તેને અવાજ આવતો હતો કે જે માતાની હત્યા કરવા માટે કહેતો હતો. કેસ દરમિયાન સાબિતી આપનાર અધિકારીએ કહ્યું કે આરોપીએ કબુલ કર્યું છે કે તેણે પોતાની માતાની ગળું દબાવીને હત્યા કરી છે. આ પછી બધી દલીલ રદ થઇ હતી અને આરોપીને ૧૫ વર્ષ ૫ મહિનાની જેલની સજા થઇ હતી.

(10:23 am IST)