Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોરોનાની મહામારીથી વૈશ્વિક વ્યાપાર પર થઇ ખરાબ અસર:જાપાનની મેં મહિનામાં 28 ટકા નિકાસ ડૂબી

નવી દિલ્હી: કોરોનાવાયરસથી મહામારીને પગલે વૈશ્વિક વેપાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. જાપાનની નિકાસ મે મહિનામાં 28% ડૂબી છે, જ્યારે આયાતમાં 26% ઘટાડો થયો છે. બુધવારે બહાર પાડવામાં આવેલા અસ્થાયી જાપાનના નાણાં મંત્રાલયના ડેટા અનુસાર, મે મહિના એવો બીજો મહિનો હતો જ્યારે જાપાને વેપાર ખાધ નોંધાવી.

                     જાપાનની સામાન્ય રીતે એટલા માટે ટીકા થઈ રહી છે કે, તે વિશાળ વેપાર સરપ્લસ રાખે છે. એટલે કે જે દેશો સાથે તેના ઉત્પાદનોથી મોટા પાયે નિકાસ થાય છે તે દેશોથી તે વધુ આયાત નથી કરતું. આંકડા મુજબ, ગયા વર્ષે એપ્રિલમાં આયાત અને નિકાસ બંને નીચે ગબડ્યા હતા. જાપાનની વૃદ્ધિ વેપાર અને પર્યટન પર આધારીત છે, સાથે સાથે ઘરેલુ નાના અને મધ્યમ વ્યવસાયો ગ્રાહક લક્ષી કારોબાર પણ તેની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે. આ બધા પર કોવિડ -19 ના ફેલાવાને નુકસાન થયું છે.

(6:13 pm IST)