Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

માસ્ક પહેરવા છતા પણ શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના વાયરસ

ઙ્ગમાસ્ક અને ૩ ફૂટનું અંતર રાખ્યા બાદ પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે

લંડન, તા.૧૭: કોરોના વાયરસથી બચવા માટે સમગ્ર દુનિયામાં માસ્ક અને ફેસશીલ્ડ પહેરવા પર ભાર આપવામાં આવી રહ્યું છે. હાલમાંજ એક શોધમાં ચેતવણી આપી છે કે, માસ્ક અને ૩ ફૂટનું અંતર રાખ્યા બાદ પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે. શોધકર્તાઓએ જણાવ્યું છે કે, જો કોઈ કોરોના સંક્રમિત વ્યકત સતત ખાંસી રહ્યો છે તો માસ્ક પહેરવાનો કોઈ અર્થ રહેતો નથી.

સાઈપ્રસની યુનિવર્સિટી ઓફ નિકોસિયાના વૈજ્ઞાનિકોએ માસ્ક પહેર્યા બાદ પણ ૬ ફૂટનું અંતર રાખવાની અપીલ કરી છે. વૈજ્ઞાનિકોની સ્ટડી એવા સમયે સામે આવી છે જયારે દુનિયભરના ઉદ્યોગો સરકારોને અપીલ કરી રહ્યા છે કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગમાં છૂટછાટ આપે.

શોધકર્તા દિમિત્રિસ ડિકાકિસે જણાવ્યું છે કે, માત્ર માસ્ક પહેરવાથી કોરોનાને રોકી શકાય નહીં. કેટલાક ડ્રાપલેટ માસ્ક શીલ્ડની અંદર ઘૂસવામાં સક્ષમ હોય છે. એટલુ જ નહીં કોરોનાગ્રસ્ત દર્દીના ડ્રાપલેટ ૪ ફૂટ સુધી જઈ શકે છે.

(4:02 pm IST)