Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ઈજિપ્તના પૂર્વ પ્રમુખ મોહમ્મદ મોર્સી કોર્ટની કાર્યવાહી દરમ્યાન મૃત્યુ પામ્યા

જાસૂસી કરવાના આરોપની કોર્ટમાં સુનાવણી વેળાએ બેભાન થઇ પડી ગયા બાદ મોત

ઈજિપ્તના પૂર્વ પ્રમુખ મોહમ્મદ મોર્સીની કોર્ટમાં કાર્યવાહી દરમ્યાન મૃત્યુ પામ્યા છે  ઇજિપ્તીયન ટેલિકોમ્યુનિકેશન્સે આ માહિતી આપી હતી હેવાલ મુજબ મોહમ્મદ મોર્સી અદાલતની કાર્યવાહી પછી બેભાન થઈને પડી ગયા હતા, ત્યાર પછી તેમની મોત થઈ ગઈ હતી

  .મોહમ્મદ મોર્સી 67 વર્ષના હતા.અદાલતમાં તેમની પર જાસૂસી કરવાનો આરોપ હતો. અને તેની સુનાવણી ચાલી રહી હતી.

 મોહમ્મદ મોર્સીને 2013 માં ઇજિપ્તની સત્તા પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. મોહમ્મદ મોર્સી એક ઇજિપ્તીયન રાજકારણી હતા. તેમણે ઈજિપ્તના પાંચમા પ્રમુખ તરીકે સેવા આપી હતી.

મોર્સિ ઇજિપ્તનો પ્રથમ પ્રમુખ હતો જે લોકશાહી રીતે ચૂંટાઈને સરકારમાં આવ્યા હતા. મોર્સિએ 30 જૂન, 2012 થી જુલાઈ 3, 2013 સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતુ. જો કે, જુલાઈ 2013 માં, સેનાએ બળવો કર્યો અને મોર્સીને પકડીને જેલમાં મોકલ્યા હતા. ત્યારબાદ, અબ્દુલ ફતહ અલ-સીસી પ્રમુખ બન્યા હતા

(11:52 pm IST)