Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

જાપાનમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનના સૌથી મોટા દ્વીપ હોંશૂનાં ઉત્તર પૂર્વી વિસ્તારમાં સોમવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 5.2ની આંકવામાં આવી છે જાપાન મોસમ વિભાગ એજન્સીએ આપેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર ઇબારકી પ્રાંતમાં 80 કિલોમીટરની ઊંડાઈમાં હતું ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનીનું નુકશાન થયું નથી. અને સુનામીની ચેતવણી પણ આપવામાં આવી નથી.

(6:16 pm IST)
  • વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે નહીં હારવાનો સિલસિલો ભારતે જાળવી રાખ્યો: વન-ડેમાં વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે આ સાતમો વિજય : ભારત 4 મેચમાં 3 જીત સાથે 7 પોઇન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને access_time 12:14 am IST

  • રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ૮-બનો બામણબોર સુધીનો ૬ માર્ગીય રોડ બનાવવાનો રૂડામાં ઠરાવ :આણંદપર-માલીયાસણ-કુચિયાદળ-હીરાસર-કુવાડવા-રામપરા (બેટી) સહિતના ગામડાઓમાં ખાનગી અને સરકારી જમીન સંપાદન કરવામાં આવશેઃ હયાત ૪૫ મીટરનો રસ્તો ૬૦ મીટરનો બનશેઃ બંને બાજુએ ૭.૫૦ મીટરનો વધારો થશેઃ ૪૦ ટકા કપાતના ગણવા અને સમર્થન આપવા રૂડાનો ઠરાવઃ કાર્યકારી ચેરમેન બંછાનીધિ પાનીની જાહેરાત access_time 4:25 pm IST

  • મોરબીમાં બિલ્ડરની ઓફિસમાં ધુસીને આઠ લાખની લૂંટ કરનાર ચાર આરોપીઓ મહારાષ્ટ્રમાંથી ઝડપાયા access_time 12:17 am IST