Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પાકિસ્તાનને એશીયા ડેવલોપમેન્ટ બેન્ક ૩.૪ અબજ ડોલરની લોન આપશે

રોકડની સમસ્યાનો સામનો કરી રહેલ

ઇસ્લામાબાદઃ તા.૧૭,રોકડની સમસ્યા અને વિદેશી પેમેન્ટ ઓફ બેલેન્સના ભાર હેઠળ દબાયેલા પાકિસ્તાનને તેના બજેટમાં ટેકો મળી રહે એ માટે એશિયા ડેવેલપમેન્ટ બેંક (એડીબી) તરફથી ૩.૪ અબજ ડોલરની લોન મળશે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના નાણાકીય સલાહકારે આ માહિતી આપી હતી.રોકડની સમસ્યાનો સામનો કરી રહેલા પાકિસ્તાન વધતા જતાં પેમેન્ટની કટોકટીમાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે.

એક અખબારે યોજના, વિકાસ અને સુધાર વિભાગના મંત્રી ખુસરો બખ્તીયારના હવાલાથી ખબર પ્રસિધ્ધ કરેલ કે ' એડીબી અને નાણા મંત્રાલય વચ્ચે થયેલા કરાર અન્વયે કુલ રકમમાંથી ૨.૧ અબજ ડોલર ચાલુ વર્ષના અંત સુધીમાં મળી જશે. ફિલીપાઇન્સ સ્થિત એડીબી દ્વારા આ ઋુણ રાહત વ્યાજ દરે અપાશે.

(3:43 pm IST)