Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

સોમાલિયાની રાજધાની મોગદિશૂમાં બૉમ્બ હુમલા : 11 લોકોના મોત : 25 ઘાયલ

પહેલો કાર બૉમ્બ હુમલો રાષ્ટ્રપતિ ભવનના નજીક સંરક્ષણ ચોકી પર થયો : બીજો હુમલો એરપોર્ટ નજીક સુરક્ષા ચોકી પર થયો

સોમાલિયાની રાજધાની મોગદિશૂમાં થયેલ બોમ્બ હુમલામાં  11 લોકોના મોત થયા છે જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. દેશના પોલીસ પ્રમુખે આ વિશે માહિતી આપી હતી. અલકાયદાથી સંકળાયેલ આતંકવાદી સંગઠન અલ-શબાબે આ હુમલાની જવાબદારી લીધી છે.

જનરલ બશીર અબ્દી મોહમ્મદે મોગાદિશૂમાં પત્રકારોને જણાવ્યું કે પહેલો કાર બોમ્બ હુમલો રાષ્ટ્રપતિ ભવનના નજીક સંરક્ષણ ચોકી પર થયો જેમાં 9 લોકોના મોત થયા. જ્યારે બીજો બોમ્બ ધમાકો એરપોર્ટ નજીકની સુરક્ષા ચોકી પર કરવામાં આવ્યો જેમાં બે લોકોના મોત થયા. આ પહેલા પણ ઓક્ટોબર 2017માં મોગદિશૂમાં ભયંકર બોમ્બ હુમલો થયો હતો. જેમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે લગભગ 500થી વધુ લોકોના મોત થયા હતા. જેની જવાબદારી પણ અલ-શબાબે લીધી હતી.

(5:17 pm IST)