Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ઇઝરાયલે હમાસની સામે કરેલ હુમલામાં એક ટનલ ઉડાવી દીધી

નવી દિલ્હી: ઇઝરાયલ અને હમાસના સામસામા હુમલામાં બંને તરફ નુકસાન થયા હોવાના સમાચાર આવી રહ્યા છેઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનું ઘર્ષણ બીજા સપ્તાહમાં પ્રવેશી ચુક્યું છે અને હજુ પણ બંને તરફથી રૉકેટ હુમલા યથાવત્ છે. જેમાં તાજા સમાચારો અનુસાર ઇઝરાયલે ગાઝામાં હમાસની એક ટનલ ઉડાવી દીધી હોવાની છે.તેમાં જાનહાનિના પણ મીડિયા રિપોર્ટ છે.બીજી તરફ અમેરિકા બંને પક્ષોને સંઘર્ષનો અંત લાવી યુદ્ધવિરામની સ્થિતિમાં પરત ફરવા અપીલ કરી રહ્યું છે.રિપોર્ટ અનુસાર સોમવારે ઇઝરાયલના યુદ્ધવિમાનોએ ગાઝાપટ્ટીમાં એક ટનલને નિશાન બનાવી હતી.ઇઝરાયલનું કહેવું છે કે ચરમપંથીઓના અહીં અડ્ડા હોવાથી તેમણે ટનલ ફૂંકી મારી છે.

છેલ્લા 24 કલાકમાં થયેલો ઇઝરાયલનો હુમલો સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે.

જેથી સામે પક્ષેથી પણ જવાબી હુમલાની સ્થિતિને પગલે ઇઝરાયલ દક્ષિણ સરહદી વિસ્તારમાં સાયરન ઍલર્ટ આપી રહ્યું છે.ઇઝરાયલના રક્ષાવિભાગે ટ્વીટ કર્યું કે તેમણે 9.3 માઈલની એક મેટ્રો ટનલ ઉડાવી દીધી છે.અત્રે નોંધવું કે ઇઝરાયલે તેના ઑપરેશનને 'ગાર્ડિયન ઑઉ વૉલ્સ' નામ આપ્યું છે.

જોકે યુએન સુરક્ષાપરિષદ પણ આ મામલે નિવેદન આપવાની તૈયારીમાં છે.

(5:32 pm IST)