Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

સિંગલ લોકોને સરકારની સલાહ શોધી લો સેક્સ પાર્ટનર !

લોકડાઉનમાં નેધરલેન્ડ સરકારની સલાહ

એમ્સ્ટર્ડમ, તા. ૧૭  : નેધરલેન્ડ સરકારે કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન લોકોને પોતપોતાના સેક્સ પાર્ટનર શોધવાની સલાહ આપી છે. અહીંની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક હેલ્થ અને પર્યાવરણે એક નિવેદન બહાર પાડતાં જણાવ્યું છે કે, જે લોકો એકલા રહે છે તેઓ પોતાના માટે એક પાર્ટનર શોધી લે. સાથે જ એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો તેઓને એવું લાગે કે તેમનો સેક્સ પાર્ટનર કોરોના વાયરસથી સંક્રમિત છે તો બચવું જરૂરી છે.

આ નિવેદનની ટીકા બાદ ડચ સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેમણે સેક્સની સલાહ નહોતી આપી. આ નિવેદનને ખોટી રીતે જોવામાં આવી રહ્યું છે. અહીં નોંધનીય છે કે, નેધરલેન્ડમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સાથે જ લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

નેધરલેન્ડમાં તારીખ ૧૪ મે રોજ જે નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે, તેમાં જણાવાયું હતું કે કોરોના વાયરસની મહામારી દરમિયાન શારીરિક સંબંધ દરમિયાન એકલા રહેતા લોકોએ સાવધાની રાખવી જરૂરી છે. તેમણે તે વાત જાણીને પણ જરૂરી છે કે તેમનો પાર્ટનર કોરોના વાયરસ સંક્રમિત છે કે નહીં.

આ નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેમના પાર્ટનર લોકડાઉન દરમિયાન જેટલા ઓછા લોકોને મળશે તેટલો જ કોરોના વાયરસનો ખતરો ઓછો રહેલો છે. નેધરલેન્ડમાં ૧૧ મેથી કોરોના વાયરસ લોકડાઉન એક્ઝિટ પ્લાનનો પહેલો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. નેધરલેન્ડમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ૪૩૮૮૦ કેસ સામે આવ્યા છે અને ૫૫૦૦ કરતા વધુ લોકોના મોત થયા છે.

(11:40 am IST)