Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પાકિસ્તાનમાં ડોકટરોની બેદરકારીને કારણે ૪૦૦થી વધુ બાળકો HIV પોઝીટીવ

પ્રદૂષિત સિરિંજનો ઉપયોગ કર્યે રાખ્યો

ઇસ્લામાબાદ તા. ૧૭ : દક્ષિણી પાકિસ્તાનમાં અત્યારના સમયે એચઆઇવી ટેસ્ટ માટે રાહ જોઇ રહેલા માતા-પિતા ગભરાયેલા છે. દક્ષિણી પાકિસ્તાનના એક ગામમાં એક ડોકટરે પ્રદૂષિત સિરિંજનો ઉપયોગ કરતા અનેક બાળકોને એચઆઇવી ગ્રસ્ત થયા છે. સિંધ પ્રાંતના લરકાનાના બહારના વિસ્તારમાં વસેલા ગામમાં ગત મહિને સ્થપાયેલા પાંચ અલગ અલગ સ્ક્રિનિંગ રૂમોમાં જતા પરિવારો ગભરાય છે.

સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે, ૪૦૦થી વધારે લોકો જેમાં મોટાભાગે બાળકો છે. તેમને એચઆઇવી પોઝિટીવ મળ્યો છે. આખા પાકિસ્તાનમાં ડોકટરો દૂષિત ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ આંકડો વધી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, સ્થાનિક બાળ રોગ નિષ્ણાંત ઘોર બેદરકારીના કારણે આવું થયું છે. ઉપકરણો અને સહાયકોની અછતથી ઘેરાયેલા કિલનિકના એક ડોકટરે કહ્યું છે કે, તેઓ વધારે સંખ્યામાં આવે છે. દર્દીઓની વધતી સંખ્યાની સારવાર કરવા માટે અમારી પાસે લોકો નથી.

પાકિસ્તાન લાંબા સમયથી એચઆઇવી માટે ઓછા પ્રસાર વાળો દેશ માનવામાં આવતો હતો. પરંતુ હવે આ બીમારી ખતરનાક રીતે વધી રહી છે. ખાસ કરીને સિરિંજથી ડ્રગ લેનારા સેકસ વર્કર્સમાં વધી રહી છે. સંયુકત રાષ્ટ્ર પ્રમાણે ૨૦૧૭માં લગભગ ૨૦,૦૦૦ નવા એચઆઇવી સંક્રમણોના મામલામાં સાથ પાકિસ્તાન વર્તમાનમાં એચઆઇવી દરના મામલામાં એશિયામાં બીજા નંબરે ઝડપથી વધનાર દેશોમાં સામેલ છે.

પાકિસ્તાનની વધતી વસ્તીના કારણે ઓછા રોકાણના કારણે ગુણવત્તા વાળી સ્વાસ્થ્ય સેવાની અછત વધારે ભારણ વેઠી રહી છે. જેના કારણે ગરીબ, ગ્રામીણ સમુદાયો વિશેષ રૂપથી અયોગ્ય ડોકટરોના કારણે અસુરક્ષિત છે. યુએનએઆઇડીએસના એક નિવેદન પ્રમાણે કેટલાક સરકારી રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનમાં લગભગ ૬ લાખ બોગસ ડોકટરો કામ કરી રહ્યા છે. જેમાંલગભગ ૨,૭૦,૦૦૦ લોગ સિંગ પ્રાંતમાં પ્રેકિટસ કરી રહ્યા છે.

પ્રાંતિય સ્વાસ્થ્ય અધિકારીઓનં કહેવું છે કે, રોગીઓને આ કિલનિકોમાં બીમારીઓ અથવા વાયરસની ચપેટમાં આવવાનો વિશેષ ખતરો હોય છે. જયાં મોટાભાગે પ્રાથમિક ઉપચાર માટે ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવે છે.

(4:01 pm IST)