Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

રિસેસમાં રમતા-રમતાં પડી ગયેલી કન્યાની ગરદન સોંસરવી ઊતરી ગઇ પેન્સિલ

ટોરંટો તા ૧૭  :  કેનેડાના ટોરોન્ટોની  એક સ્કૂલમાં ૧૧ વર્ષની એક છોકરી રિસેસમાં રમી રહી હતી, એ વખતે તેના ડેસ્ક પર શાર્પ અણી કાઢેલી પેન્સિલ પડી હતી, બાળકો સાથે રમતાં-રમતાં એ  છોકરીનું બેલેન્સ ગયું અને તે પેલી પેન્સિલ પર પડી. આ રમત ચાલથી હતી, ત્યારે કોઇ મોટું ત્યાં હાજર નહોતું, પણ પેલી પડી ગયેલી છોકરીને જયારે ઉભી કરવામાં આવી ત્યારે તેની ગરદનમાં અડધોઅડધ પેન્સિલ ખૂંપી ગઇ હતી. આવુ કઇ રીતે સંભવ બને એ હજી સમજાઇ નથી રહ્યું, પણ ગરદનમાં જયાં પેન્સિલ ખૂપેલી હતી એ મગજને લોહી પહોંચાડતી કેરોટિડ ધમનીમાં જ ઘુસી ગયેલી. પેન્સિલ એવી રીતે ભોંકાયેલી  કે ધમનીમાંથી લોહી મગજને પહોંચતું અટકી ગયું. તેને જયારે હોસિપટલ લાવવામાં આવી ત્યારે ડોકટરોએ જોયું કે તેને શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી અને એ ભાગમાં સોજો કે લોહી પણ નીકળી નથી રહયું. સ્ટેબલ કનિડશન લાગતાં તરત જ સર્જરી કરીને પેન્સિલ કાઢવાને બદલે ડોકટરોએ સ્કેન કર્યુ, એમાં ખબર પડી કે, પેન્સિલ ધમનીમાં ફસાઇ ગઇ છે, જો એની જાણ વિના જ પેન્સિલ કાઢવાનો પ્રયત્ન થયો હોત તો લોહીની ધારા વહી જાત અને છોકરીને બચાવવી મુશ્કેલ બની જાત. પરિસ્થિતી સમજીને ડોકટરોએ સર્જરીને હેન્ડલ કરી અને એ પિઅર્સ થયેલી ધમનીને પણ રિપેર કરી, સર્જરી સફળ થઇ અને છોકરી બચી ગઇ, એને સ્થાનિક ડોકટરોએ ચમત્કાર ગણાવ્યો હતો.

(11:33 am IST)