Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

આ ટીપ્સથી એક જ મિનિટમાં દૂર થશે તમારૂ હેંગઓવર

બધા જાણો છે કે આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક છે. છતાં પણ લોકો ઘરમાં, હોટેલ્સમાં કે પબમાં જઈને આનું સેવન કરવાનું છોડતા નથી. ઘણા લોકોને આની ખુબ ખરાબ ટેવ પડેલ હોય છે. મોટાભાગે લોકો ડિપ્રશેનના કારણે આનું સેવન કરતા હોય છે. તો કોઈ મોજશોખના માટે, જ્યારે આલ્કોહોલ પીવામાં કંટ્રોલ ન થાય અને વધારે નશો થાય ત્યારે તેને ઉતારવા માટે તમે અમારી આ ટીપ્સને યુઝ કરી શકો છો.

 બ્લેક કોફી પીવાથી તમને હેંગઓવરથી છુટકારો મળી શકે છે.

 લેમન જ્યુસનું સેવન પણ તમે કરી શકો છો.

 એક માત્રામાં ખાંડ અને મીઠાને મિકસ કરી લેવું અને પીવું, આ પાણી આલ્કોહોલના કારણે થયેલ પાણીની કમી દુર કરશે.

 એક ગ્લાસ નવશેકા પાણીમાં મધ મેળવીને પીવું. આમાં રહેલ પ્રોકટોઝ બોડી માટે ખુબ જ ફાયદાકારક છે. અને સાથો સાથ હેંગઓવર પણ દૂર કરશે.

 લીંબુ ખાવાથી કે કેરીનું ખાટું અથાણું ખાવાથી પણ આ દુર થાય છે. ટૂંકમાં કોઈપણ ખાટી વસ્તુઓ ખાવાથી હેંગઓવર દૂર થઈ શકે છે.

 ટામેટાનું જ્યૂસ બનાવીને તેમાં લીંબુ મેળવીને પી લો. આનાથી તમને આ સમસ્યાથી રાહત.

 

(9:35 am IST)