Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

સ્વિમિંગ પૂલના કલોરિનવાળા પાણીથી રાખો થોડી સાવધાની !

ઉનાળામાં સ્વિમિંગ પૂલ અને વોટર પાર્કમાં જતા લોકોની સંખ્યામાં વધારો થઈ જાય છે. ખાસ કરીને બાળકોને વેકેશન હોવાથી સ્વિમિંગ કલાસ કરાવવામાં આવે છે. એવામાં માતા-પિતાની જવાબદારી બને છે કે કયાંક બાળકોની મજા તેમના બીમારી પાડવાનું કારણ ન બની જાય.

સ્વિમિંગ પૂલનું પાણી આપણા શરીરને ખુબ નુકશાન પહોંચાડી શકે છે. પેટમાં દુખાવો, ઉલ્ટી, ત્વચામાં બળતરા જેવા રોગોની ફરિયાદો શરૂ થઈ જાય છે. કારણ કે પૂલનું પાણી સાફ રાખવા માટે કલોરિનની માત્રા ઉમેરવામાં આવે છે. તેથી પૂલથી અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ ઉદભવે છે.

રિક્રિએશનલ વોટર ઈલનેસ (RWI) (પાણી સંબંધિ થતા રોગો) દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી અથવા પીવાથી થાય છે.

(9:35 am IST)