Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ઇરાન ડીલમાંથી બહાર નીકળવા મામલે તેના મિત્ર યુરોપિયન યુનિયનના ચેરમેને અમેરિકા સામે નારાજગી વ્‍યક્ત કરી

બુલ્ગારિયાઃ ઈરાન ડીલમાંથી બહાર નિકળવા અને વ્યાપાર યુદ્ધને પ્રોત્સાહન આપ્યા બાદ હવે અમેરિકાના મિત્રોજ તેમનાથી નારાજ છે. યૂરોપિયન યૂનિયનના ચેરમેને બુધવારે એક બેઠક દરમિયાન કહ્યું, જેની પાસે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા મિત્રો હોય તેને દુશ્મનોની શું જરૂર છે

28 દેશોના નેતા બુધવારે બુલ્ગારિયાની રાજધાનીમાં રાત્રીભોજન પર મળ્યા હતા, જેથી તેના પર ચર્ચા કરી શકાય કે, ઈરાન સમજુતીને કેમ સુરક્ષિત રાખી શકાય અને યૂરોપિય દેશો ઈરાનની સાથે વ્યાપારને ટ્રમ્પના પ્રતિબંધો બાદ કેમ આગળ વધારી શકાય જેથી ટ્રેડ વોરથી બચી શકાય. 

યૂરોપિયન યૂનિયનના ચેરમેન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે, ટ્રમ્પના નિર્ણયને પહોંચી વળવા માટે યૂરોપિયન યૂનિયનને પહેલાથી વધુ એક થવું પડશે. ટસ્કે પત્રકાર પરિષદમાં કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાલમાં લીધેલા નિર્ણયને જોતા કોઈપણ તે વિચારી શકે કે, ટ્રમ્પ જેવા મિત્રો હોવા પર કોઈ દુશ્મનની શું જરૂર?

આગળ તેમણે કહ્યું, સ્પષ્ટ રીતે કહું તો યૂરોપે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનવો જોઈએ. કારણ કે, અમને તમામ પ્રકારનો ભ્રમથી છૂટકારો મળ્યો. 

મહત્વનું છે કે અમેરિકાની ફર્સ્ટ નીતિથી યૂરોપિયન નેતાઓની મુશ્કેલી સતત વધી રહી છે. પછી તે પેરિસ જળવાયુ સમજુતીમાંથી બહાર નિકળવું હોય કે 2015માં થયેલા ઈરાન પરમાણુ સમજુતીમાંથી અમેરિકાનું અલગ થવાનું હોય. ટ્રમ્પના નિર્ણયે યૂરોપની પોતાની વિદેશ નીતિ માટે આફત ઉભી કરી દીધી છે. 

ટસ્કે કહ્યું, યૂરોપે પોતાની સુરક્ષા માટે શક્તિ અનુસાર બધું કરવું જોઈએ. આપણે તે સ્થિતિ માટે પણ તૈયાર રહેવું પડશે જ્યારે આપણી મહેનતે બધું કરવાની પરિસ્થિતિ આવશે. 

આ સપ્તાહે અમેરિકી દૂતાવાસને ઈઝરાયલથી યરૂશલમ શિફ્ટ કરવાથી પણ ઘણા યૂરોપિય દેશ નારાજ હતા. પરંતુ ઈયુ તેનો ખુલીને વિરોધ તે માટે કરતું નથી કારણ કે ઈઝરાયલ સમર્થક દેશ ચેક ગણરાજ્ય અને હંગરી અમેરિકાના નિર્ણયના સમર્થનમાં હતા. 

(5:57 pm IST)
  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • શપથ લેવા રાજભવન જઇ રહેલ યેદિયુરપ્પાના કાફલાને રોકવાનો અને હુમલાનો પ્રયાસઃ મોટો ખળભળાટઃ સંજયનગર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ આ કાફલા પર હુમલો કર્યો : (ઝી ન્યુઝનો અહેવાલ) access_time 10:57 am IST