Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

લ્હાવો લેવાનું થોડા કોઇ ચુકે....બ્રિટનમાં રાજકુમારના શાહી લગ્નોત્સવ પ્રસંગે એકાદ લાખ લોકો રહેશે હાજર

પ્રિન્સ હૈરી અને ગર્લફ્રેન્ડ મેગન મેર્કલના વિવાહને ત્રણ દિ' બાકી,સૌ કોઇના ચહેરા ઉપર ઉત્સાહ-ઉમંગ...ઘણા લોકોએુ તો અગાઉથી જ વિંડસરમાં રોડ ઉપર તાણી લીધા તંબુ

લંડનઃ બ્રિટનના પ્રિન્સ હૈરી અને ગર્લફ્રેન્ડ મેગન મેર્કલના શાહી વિવાહને માત્ર ત્રણ જ દિવસની વાર હોવાથી જેમ-જેમ શુભ ઘડી નજીક આવતી જાય છે એમ-એમ લોકોનાં ઉત્સાહ-ઉમંગમાં ે પણ વધારોઃ શાહી વિવાહ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે બજારમાં પણ કેટલાક સ્ટોરમાં  શાહી પરિવારના લગ્નોત્સવને શોભતી વિવિધ વસ્તુઓ બની રહી છે આકર્ષણનું કેન્દ્ર, નવાઇની વાત એ છે કે, બોન ચાઇનાના  એક કપની કિંમત  રૂ.૫૦૦૦: રાજકુમારના લગ્નોત્સવની શભ ઘડીને વધાવવા કાજે અસંખ્ય શુભચિંતકો, પ્રસંશકો અત્યારથી જ અધીરા...રાજવી પરિવારના ચાર પ્રસંશકોએ તો યુનિયન જૈકના ઝંડા અને કપડા ઉપર પ્રિન્સ હૈરી તથા મેગન મેર્કલના ચહેરાની તસ્વીરને કપડા ઉપર છપાવી.

(4:26 pm IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST