Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સુંદર અને લાંબા પગ ધરાવતા પુરૂષો મહિલાઓનો ગમે છે

સંશોધન અનુસાર, ટુંકા પગવાળા પુરૂષ ગરીબ, કુપોષણથી પીડિત હોય છે!!

વોશિંગ્ટન તા. ૧૭ : એક સામાન્ય ધારણા એવી હતી કે પુરુષો સુંદર અને લાંબા પગ ધરાવતી મહિલાઓ તરફ વધારે આકર્ષિત થતાં હોય છે પરંતુ તાજેતરના એક અધ્યયનમાં તેનાથી તદ્દન વિપરીત વાત બહાર આવી છે. લગભગ ૮૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા એક સંશોધનમાં એવું માલૂમ પડયું કે મહિલાઓને પણ સુંદર અને લાંબા પગ ધરાવતા પુરુષો વધારે ગમતાં હોય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અધ્યયન પરથી એવું જણાય છે કે લાંબા પગ વાળા પુરુષો તરફ મહિલાઓ એટલા માટે ખેંચાતી હોય છે કારણ કે, આવી મહિલાઓ તંદુરસ્ત અને સુખી ઘરની હોય છે. મહિલાઓને આ વાતનું ભાન હોતું નથી પરંતુ તેમનું અચેતન મન તેમને કહેતું હોય છે કે ટૂંકા પગ વાળા પુરૂષો ગરીબ અને કુપોષણથી પીડિત હોય છે. તદુપરાંત ટૂંકા પગવાળા પુરૂષોને હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ-૨ નો ખતરો સૌથી વધારે રહેતો હોય છે. અભ્યાસમાં ભાગ લેનાર મહિલાઓને પાંચ ફૂટ ૯ ઈંચની ઊંચાઈ ધરાવતા પુરૂષોની તસવીર દેખાડવામાં આવી હતી. પુરૂષોના પગમાં ડિજિટલી રીતે ફેરફાર કરવામાં આવ્યા હતા, પગની લંબાઈ વધારવામાં આવી. ત્યાર બાદ મહિલાઓને વિવિધ તસવીરોની આકર્ષિતતાનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવ્યું. સંશોધનની આગેવાની લેનાર લીડ ઓથર થોમસે કહ્યું કે અમને માલૂમ પડયું કે જે મહિલાઓને કમ્પ્યૂટર દ્વારા બનાવવામાં ઔઆવેલા પુરુષોના પગ થોડા વધારે લાંબા લાગ્યા હતા તે પુરૂષો તરફ તે વધારે આકર્ષિત થઈ હતી. જોકે હાથની લંબાઈને કારણે મહિલાઓના આકર્ષણમાં કોઈ દેખીતો ફેરફાર જોવા મળ્યો નહોતો. તેમણે કહ્યું કે આ શોધે માનવ ઉત્ક્રાંતિના સમયગાળા દરમિયાન શરીરના અંગોની મહત્ત્વતા પર પ્રકાશ ફેંકયો છે. ખાસ કરીને એવું સૂચન મળ્યું છે કે લાંબા પગની અસર પ્રજનન સફળતા પર ઔપડતી હોય છે અને અલબત્ત્। વાસ્તવિકતામાં લોકો કદી પણ આદર્શ હોતા નથી.

(3:52 pm IST)