Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ઇજિપ્તના દક્ષિણના રાજ્ય લગ્ઝરમાં નાઇલ નદીના કિનારે મળી આવ્યું સોનાનું શહેર

નવી દિલ્હી: Egypt ના દક્ષિણના રાજ્ય લગ્ઝરમાં નાઇલ નદીના પશ્ચિમ કાંઠે ‘સોનાનું શહેર’ મળી આવ્યું છે. શહેર 1922માં ઇજિપ્તના સૌથી પ્રખ્યાત રાજા એટલે કે રાજા તૂતનખામેન (તુત)ની કબરની શોધ બાદ મળ્યું છે. જેને પુરાતત્વવિદની સૌથી મોટી ઉપલબ્ધિ હોવાનું કહેવાય છે.

     ઇજિપ્તના પુરાતત્ત્વ વિભાગના રાજ્યમંત્રી જહી હાવાસે ફેસબુક પેજ પર અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. લગભગ 3,400 વર્ષ જૂનું શહેર હોવાનું મનાય છે. જે ઇજિપ્તના લગ્ઝર રાજયમાં પ્રખ્યાત કિંગ્સ વેલીની પાસે રેતીમાં દફન કરાયેલું મળી આવ્યું છે. તે સ્થાન છે જ્યાંથી રાજા તુતની કબર પણ મળી હતી. ચોંકાવનારી વાત છેકે કબરમાંથી 10 કિલો સોનાથી બનેલા તૂતનખામેનનું મમી પણ મળ્યું છે. સાથે તે સમયે આશરે 5 હજાર કિંમતી કલાકૃતિઓ પણ મળી આવી હતી. રસપ્રદ વાત છે કે પુરાતત્વવિદ્દો દ્વારા શોધ અજાણતાં થઈ છે.

(5:25 pm IST)