Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ટ્યુનિશિયામાં નાવડી ડૂબી જવાના કારણોસર 41 લોકોના મોત

નવી દિલ્હી:દક્ષિણ-પૂર્વ ટ્યૂનિશિયાના તટ પર એક નાવડી ડૂબી જવાના કારણોસર ઓછામાં ઓછા 41 લોકોના મૃત્યુ નિપજ્યા છે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી અને પ્રવાસીઓ માટે આંતરરાષ્ટ્રીય સંગઠને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ત્રણ સવાઈવરને બચાવી લેવામાં આવ્યા છે અને આગળ હજુ તપાસ ચાલી રહી છે. મૃતક લોકો ઉપ સહારા આફ્રિકાના હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:17 pm IST)
  • દેશમાં કોરોનાનો હાહાકાર : હજુ 10 રાજ્યોએ આજના નવા કોરોના કેસના આંકડાઓ રિપોર્ટ કરવાના બાકી છે, ત્યાં જ અત્યાર સુધીમાં ભારતમાં સતત ત્રીજા દિવસે 2,12,000 થી વધુ નવા કોરોના વાયરસના કેસ અને 1130 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાય ચુક્યા છે. access_time 10:12 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણમાં આંશિક રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 412 અને ગ્રામ્યના 82 કેસ સાથે કુલ 494 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:09 pm IST

  • કોરોના વધતા સંક્રમણને લઈ ને ચૂંટણી પંચ (EC) એ રાજકીય પાર્ટીઓના પ્રચાર અભિયાન માટે મોટો નિર્ણય લીધો : હવેથી સાંજે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી પ્રચાર બંધ રાખવામાં આવશે : પશ્ચિમ બંગાળમાં હવે 48 કલાકને બદલે, પ્રચાર 72 કલાક પહેલા એટલે કે ત્રણ દિવસ પહેલા બંધ કરી દેવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 7:30 pm IST