Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રોજનું ૬ કિલો ચીઝ ઝાપટી જવા છતાં આ ભાઈ અલમસ્ત છે

છેલ્લાં ૨૫ વર્ષમાં લગભગ ૭૨૮૦ કિલો ચીઝ આ ભાઈના ઉદરમાં પહોંચી ગયું છે

લંડન, તા.૧૭: સ્ત્રી હોય કે પુરુષ આજકાલ રૂપાળા દેખાવા માટે ડાયેટિંગના નામે ભૂખ્યા મરવાની જાણે ફઙ્ખશન ચાલી છે. દરેકને રૂપાળા અને ફિટ દેખાવું છે, પણ એને કારણે ખોરાક પરનાં બંધનોથી સ્વાસ્થ્ય પર જે માઠી અસર પડે છે એની સામે આંખ આડા કાન થાય છે.

ઇંગ્લેન્ડના કેન્ટ શહેરમાં રહેતા બાવન વર્ષના માર્ક કિંગની પત્ની ટ્રેસી વિન્ટર દારોજ બે બ્લોકસ ચીઝ બનાવે છે, જે આ ભાઈ રોજેરોજ ઓહિયાં કરી જાય છે.

લંચ અને ડિનર બન્નેમાં આ ભાઈ ૪૦૦ ગ્રામ ચીઝની બનેલી સેન્ડવિચ ખાઈ જાય છે. જો ગણતરી માંડવામાં આવે તો છેલ્લાં ૨૫ વર્ષમાં લગભગ ૭૨૮૦ કિલો ચીઝ આ ભાઈના ઉદરમાં પહોંચી ગયું છે. જોકે આટલુંબધું ચીઝ આરોગી જવા છતાં આ ભાઈ અલમસ્ત છે. માર્ક કિંગની પત્ની જણાવે છે કે તે લાકડાની વખારમાં લાકડાં ઉપાડવાનું કામ કરે છે એથી તેણે ખાધેલા ખોરાકનું પાચન સારી રીતે થઈ શકે છે. આટલાં વર્ષોમાં તેણે કયારેય છાતીમાં બળતરા, અપચો કે કબજિયાતની ફરિયાદ નથી કરી તેમ જ તેનું વજન પણ માત્ર ૯૨ કિલો છે.

(3:58 pm IST)