Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમી પ્રાંત મસ્તુંગ જિલ્લામાં મંગળવારના રોજ એક યાત્રી વેન અને ટ્રક વચ્ચે થયેલ જોરદાર અકસ્માતમાં ઓછામાં ઓછા  11 લોકો મોતને ભેટ્યા છે અને અન્ય 9 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે. ટ્રક ચાલકે પોતાનું નિયંત્રણ ખોઈ બેસ્ટ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે આ ઘટનામાં 5 વ્યક્તિઓએ ઘટનાસ્થળેજ દમ તોડી દીધો હતો. ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

(6:18 pm IST)