Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

નવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ

ઇસ્લામાબાદ, તા. ૧૭ : પાકિસ્તાનમાં સલમાન કાદિર નામના નવ વર્ષના છોકરાને અમ્બિલિકલ હર્નિયા એટલે કે ડૂંટી પાસેના ભાગમાંથી નીકળતી સારણગાંઠ એટલી મોટી થઇ ગઇ છે કે તેના માટે નોર્મલ જિંદગી જીવવાનું પણ અઘરૃં થઇ ગયું છે. બે ક્રિકેટ બોલની સાઇઝની ગાંઠ સલમાનના પેટની આગળથી લટકે છે. એક-બે વર્ષ પહેલા સલમાનને આ સારણગાંઠ વધવાની શરૂ થઇ હતી. જોકે એ જ વખતે તેના પિતાનું અવસાન થતાં આખો પરિવાર દુખમાં દીકરાની આ તલીફને પરિવારજનોએ નજર અંદાજ કરી. એને કારણે હવે તેની હાલત સાવ વકરી છે. પેટનું ઇન્ફેકશન ફેફસામાં પણ લાગ્યું હોવાથી તે ન્યુમોનિયાનો પણ શિકાર થયો છે. હવે જયાં સુધી આ ઇન્ફેકશન નહીં મટે નહીં ત્યાં સુધી સારણગાંઠ કાઢવાની સર્જરી પણ નહીં થઇ શકે. (૮.૧૭)

(2:19 pm IST)
  • સુરતમાં બાળકીના રેપ & મર્ડર કેસમાં પોલીસને આંશિક સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. આંધ્ર પ્રદેશના દંપતિએ આ 11 વર્ષની બાળકી પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે. જોકે પોલીસે ખાતરી માટે પિતાના અને બાળકીના DNA સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દીધા છે. access_time 10:17 pm IST

  • ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST

  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST