News of Tuesday, 17th April 2018

રોજ એક કપ વાઈટ ટી પીવાથી હાર્ટ-હેલ્થ સુધરે અને વજન ઘટે

બીજીંગ, તા. ૧૭ :. અત્યાર સુધી આપણે ગ્રીન ટીના ફાયદા વિશે જ બહુ સાંભળ્યુ છે, પરંતુ તમને ખબર છે કે ગ્રીન ટી કરતાંય વધુ હેલ્ધી ઓપ્શન છે વાઈટ ટી. કેમેલિયા સિનેન્સિસ નામના ચાના છોડમાંથી જ ચા બને છે, પરંતુ એ તૈયાર કરવાની પ્રક્રિયા જુદી હોય છે. ચાઈનીઝ નિષ્ણાતોનું કહેવું છે કે વાઈટ ટી બનાવવા માટે ખૂબ જ ઓછું પ્રોસેસિંગ થયું હોય છે એને કારણે એમાં કોઈ જ પ્રકારના હાનિકારક ઘટકો પેદા નથી થતા. એમા કેફીન ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. વાઈટ ટી સ્વાદમાં માઈલ્ડ હોય છે, પરંતુ અસરમાં બહુ જ સારી છે. ચીનના નિષ્ણાતોનું કહેવું છે કે કાળી અથવા ગ્રીન ટીની સરખામણીએ વાઈટ ટી પીવાથી પાચન સુધરે છે અને રકતવાહિનીઓ અંદરથી સાફ થાય છે. શરીરમાં કોલેસ્ટરોલ ઘટાડવામાં પણ ગ્રીન ટી કરતા અનેકગણી અસરકારક વાઈટ ટી હોય છે. ગ્રીન ટીની સરખામણીએ વાઈટ ટી બનાવવા માટે ચાની પત્તી પર ખૂબ જ ઓછી પ્રોસેસ થાય છે જેને કારણે કેટેચિન નામનું ઘટક સુપાચ્ય અને સરળ રહે છે. ચીની અભ્યાસકર્તાઓનું કહેવું છે કે રોજ દિવસમાં એક કપ વાઈટ ટી લેવામાં આવે તો વેઈટ અને ફેટ બન્ને ઘટી શકે છે.(૨-૨૦)

(2:18 pm IST)
  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST

  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST