Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઇન્ડોનેશિયામાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના મોલુક્કા સમુદ્રમાં આજે 5.9ની તીવ્રતાનો ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા હતા. જાણકારી અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ દ્વારા આપવામાં આવી હતી. સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. યુએસજીએસના કહ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર કોટા ટર્નેતથી 85 કિલોમીટર ઉત્તર-પશ્ચિમથી પૃથ્વીથી 36.5 કિલોમીટર ઊંડાણમાં સ્થિત હતું.

(8:05 pm IST)
  • સલમાનની અરજી જોધપુરની સેશન્સ કોર્ટે કરી મંજૂર : 17 દિવસ માટે જઇ શકશે વિદેશ access_time 4:18 pm IST

  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • વાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST