Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સૌંદર્ય પ્રસાધનોમાં પશુઓનું મળ !

ભારતમાં ૪૦ હજાર કરોડ રૂપિયાના વેચાતા ઉત્પાદનો ખતરનાક છે : અમેરિકામાં ર૧ સ્થાનો પર દરોડો : ૭ લાખ ડોલરના મેકઅપ ઉત્પાદનનો જપ્ત : કાઇલી લીપ કિટસ ખતરનાક : પશુના મળ-જીવાણુ મળ્યા : અમેરિકાની મશહૂર બ્રાન્ડ કાઇલીનો પણ સમાવેશ

વોશિંગ્ટન, તા. ૧૬:  અમેરિકી પોલીસે સૌંદર્ય પ્રસાધનોમાં પશુના મળ અને ખતરનાક જીવાણુ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ મેકઅપ ઉત્પાદનોનું બજાર ભારતમાં રૂ. ૪૦,૦૦૦ કરોડનું છે.

સીએનએનના અહેવાલ પ્રમાણે જે બ્રાન્ડમાં પશુ મળના  અંશ મળ્યા છે તેમાં મશહૂર મોડલ કાઇલી જેનરની બ્રાન્ડ કાઇલી કોસ્મેટિકસનો પણ સમાવેશ થાય છે. લોસ એંજેલીસ પોલીસે કહ્યું છે કે, પશુ મળ અને મોટી માત્રામાં જીવાણુ હોવાનું સાબિત થયું છે તેવી બ્રાન્ડના  ઉત્પાદનો જપ્ત કર્યા છે.

પોલીસ અધિકારી માર્ક રિનાએ જણાવ્યું હતું કે, સેન્ટી એલીમાં ર૧ સ્થાનો ર દરોડા પડાયા હતા, જયાં ૭ લાખ ડોલરના  મેકઅપ ઉત્પાદનો જપ્ત કર્યા છે.

કાઇલીની બહેને આ દરોડા બાદ ટિવ     ટ કર્યુ છે કે કાઇલી લીપ કિટસમાં પણ મળ હોવાની પુષ્ટિ થઇ છે. બનાવટી -ભેળસેળિયા ઉત્પાદનો કયારેય ન ખરીદો. (૯.૧૩)

 

(4:02 pm IST)