Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

શરાબ પુરૂષો કરતા મહિલા માટે વધુ ખતરનાક : રિપોર્ટ

હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરાયોઃ અગાઉ અભ્યાસના તારણ કરતા હવે અલગ તારણ રજૂ

નવી દિલ્હી,તા. ૧૬: તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવેલું છે કે શરાબ નુકશાનકારક છે. શરાબને લઇને જુદા જુદા અભ્યાસ થાય છે. જેમાં કેટલાક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શરાબના ફાયદા છે. ઓછા પ્રમાણમાં શરાબના ઉપયોગથી ઘણી તકલીફ દૂર થઇ શકે છે. પરંતુ એક વિરોધાભાસી અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઓછા પ્રમાણમાં પણ શરાબ ખતરનાક છે. પુરૂષો કરતા મહિલાઓને તેની વધુ અસર થાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ફેફસા અને હાર્ટ સંબંધીત તકલીફો વધી જાય છે. સાથે  સાથે ઇન્ફર્ટીલીટી કારણરૂપ છે. ફોર્ટીસ હોસ્પીટલમાં કામ કરનાર એક વરિષ્ઠ તબીબી મોનીકા જૈને કહ્યું છે કે મહિલાઓની સાઇકોલોજી એવી છે કે તે ઓછા પ્રમાણમાં શરાબ ફાયદો આપી શકે છે. તેમનું કહેવું છે કે મહિલાઓની શરીરની બનાવટ જુદા પ્રકારની છે. જ્યારે પુરૂષોના શરીરની બનાવટ જુદા પ્રકારની છે. આવી પરિસ્થિતિમાં શરાબ મહિલાઓ માટે નુકશાનકારક છે. લોહિમાં શરાબનું પ્રમાણ વધી જાય છે. જૈને એમ પણ કહ્યું છે કે આરોગ્યની ઘણી તકલીફ થવાના કારણ પહેલા પણ આવી ચુક્યા છે. આલ્કોહોલ એબ્યુસ એન્ડ આલ્કોલિઝમ દ્વારા પ્રકાશીત કરવામાં આવેલા અહેવાલને ટાંકીને તેમણે કહ્યું છે કે વધુ પ્રમાણમાં શરાબ પીનાર મહિલાઓમાં વધુ પ્રમાણમાં શરાબ પીનાર પુરૂષોની સરખામણીમાં આરોગ્યના ખતરા વધારે રહે છે. અન્ય સમસ્યાઓની સાથે સાથે મહિલાઓમાં ઇન્ફર્ટિલિટિની તકલીફ પણ ઉભી થાય છે. સગર્ભા મહિલા માટે પણ શરાબ ખતરનાક છે. ગર્ભમાં રહેલા બાળકને પણ નુકશાન થઇ શકે છે.

(12:53 pm IST)