Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

હે ભગવાન આ બે ભાઈઓએ સેનિટાઇઝરની કમાણીથી લાખો રૂપિયા એકઠા કર્યા:શહેરમાંથી તમામ સેનિટાઇઝર બોટલ ખરીદી વધુ કિંમતમાં વેચી દીધી

નવી દિલ્હી: એક બાજૂ સમગ્ર અમેરિકામાં કોરોના વાયરસના મામલાઓ વધતા લોકડાઉન અને ઇમરજન્સી જેવી સ્થિતિ છે. પરંતુ આવા માહોલમાં પણ કેટલાક લોકો પોતાનો ફાયદો શોધી લે છે. અમેરિકાના ટેનેસીમાં એક મામલો સામે આવ્યો છે જેમા બે ભાઇઓએ કોરોનાનાં વધતા મામલાઓને ધ્યાનમાં રાખી સૈનિટાઇઝરની વધતી માંગને જોતા તેની 18000 ખરીદી જમા કરી લીધી. તેના પછી તેમને એમેઝોન અને બીજી ઓનલાઇન પ્લેટફોર્મ પર તેને 70 ડૉલર (લગભગ 5000 રૂપિયા)માં વેચાણ શરૂ કરી દીધુ.

                      એક રિપોર્ટ અનુસાર ટેનેસીમાં રહેતા બે ભાઇઓ મૈટ અને નોઆ કોલ્વિનને સૈનિટાઇઝરની જમાખોરીના ગુનામાં પકડવામાં આવ્યા છે. મૈટે પોતાના કબૂલનામામાં જણાવ્યું છે કે, 1 માર્ચે જ્યારે તેમણે જાણકારી મળી કે, કોરોના વાયરસના કારણે અમેરિકામાં પ્રથમ મોત થઇ ગઇ છે, તેમને પોતાની કાર લીધી અને આસપાસમાં રહેલા તમામ સ્ટોર્સમાંથી તમામ સૈનિટાઇઝરની બોટલો ખરીદી લીધી બંન્ને ભાઇ માત્ર અહિં રોકાયા નહી તેમને 1300 મીલનો પ્રવાસ ખેડ્યો અને ટેનેસીસ કેંટકી અને આસપાસના તમામ વિસ્તારમાંથી દરેક દુકાનથી સૈનિટાઇઝર ખરીદી લીધા. તેમનો પ્લાન હતો કે, શહેરમાં રહેલા તમામ સૈનિટાઇઝરની બોટલ ખરીદી લેવામાં આવે.

(6:33 pm IST)