Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

આર્ટિસ્ટે આયરલેન્ડના પહાડને ૧૦૦૦ લાઇટ્સથી ઝળાહળા કર્યો

ફિનલેન્ડના આર્ટિસ્ટ કારી કોલાએ સેન્ટ પેટ્રિકના દિનની ઉજવણી નિમિત્ત્।ે આયરલેન્ડના ગ્લેશિયલ લેક નજીકના કોનેમારા પર્વતોની હારમાળાને ૧૦૦૦ લાઇટ્સથી ઝળાહળા કરી હતી. બ્લુ અને ગ્રીન લાઇટની થીમ સાથે આર્ટિસ્ટે આખા પહાડને દુલ્હનની જેમ શણગાર્યો હતો. જોકે આ લાઇટિંગ લોકો માટે ખુલ્લી મૂકવાની સેરેમની માટે ભવ્ય ઓપનિંગ કરવાની મુરાદ પૂરી નહોતી થઈ શકી. કોરોના વાઇરસના ભયે આખી ઉજવણી જ રદ કરવામાં આવી હતી. જોકે પર્વતની હારમાળામાં પાંચ કિલોમીટર સુધી ફેલાયેલી લાઇટિંગ એટલી અદ્ભૂત અને નયનરમ્ય છે કે દૂરથી પણ એ જોઈ શકાય છે. સેવેજ બ્યુટી નામે ઓળખાતું તેનું આ આર્ટવર્ક કોનેમારા પર્વતોની હારમાળાના પાંચ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું હતું. આમ તો લાંબો સમય આ લાઇટિંગ રાખવાની હતી, પરંતુ કોરોનાના ભયને કારણે એ વહેલી કાઢી લેવામાં આવી. હવે આ લાઇટિંગ લોકો ઓનલાઇન જોઈ શકે છે.

(3:27 pm IST)