Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

તાલિબાને કાબુલમાં ઘાતક કાર બોંબ વિસ્ફોટની જવાબદારી લીધી

નવી દિલ્હી: કાબુલમાં આજ રોજ આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટક વાહનમાં ઉડાવી દીધું જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત નિપજ્યા છે જયારે અનેક અન્ય લોકો ઘાયલ થયા છે આતંકી સમૂહ તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે.અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય પ્રવક્તા નજીબ દાનીશે આ વાતની જાણકારી આપતા જણાવ્યું છે કે શનિવારે સવારે થયેલ આ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા બે લોકોના મોત નિપજ્યા છે અને અન્ય ઘણા બધા લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(8:04 pm IST)