Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

હોન્ગકોન્ગનો સૌથી શ્રીમંત લી કા શિંગ રિટાયરમેન્ટ લેશે

બીજીંગ, તા.૧૭  :  હોન્ગકોન્ગનો સૌથી શ્રીમંત વ્યકિત અને આગામી જુલાઇમાં ૯૦ વર્ષના થનારા ટાઇકૂન લી કા શિંગે તેમની ફલેગશિપ કંપની સી. કે. હચિસનના ચેરમેનપદેથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી છે. તેમણે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યંુ છે કે 'મેં ગ્રુપના ચેરમેનપદેથી હટી જવાનો અને કંપનીની આગામી એન્યુઅલ જનરલ મીટિંગ સમયે એકિઝકયુટિવ ડિરેકટરપદેથી રિટાયર થવાનો નિર્ણય લીધો છે.'

તેઓ રિટાયરમેન્ટ પછી કંપનીના સિનિયર એડ્વાઇઝર તરીકે કામ કરશે અને કંપનીની બાગડોર તેમના મોટા પુત્ર વિકટરના હાથમાં સોંપી દેશે. આ પહેલાં તેઓ કોઇ દિવસ રિટાયરમેન્ટ વિશે  હરફ  પણ ઉચ્ચારતા નહીં અને સીધા જવાબ પણ આપતા નહોતા. જોકે ૨૦૧પમાં તેમણે પોતાની વિશાળ કંપનીનંુ રીવેમ્પ હાથ ધર્યું ત્યારે લાગતંુ હતંુ કે તેઓ હવે રિટાયરમેન્ટ લઇ લેશે. તેઓ એવા બિઝનેસ ટાઇકૂન છે જેમના પર સૌથી વધારે  લેખ લખવામાં આવ્યા છે. (૨૨.પ)

(2:45 pm IST)