Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ઇરાકમાં અમેરિકાની એમ્બેસી નજીક ચાર રોકેટથી હુમલો કરવામાં આવ્યો

નવી દિલ્હી: ઇરાકમાં અમેરિકાની એમ્બેસી પાસે રોકેટ હુમલો થયો છે. હાલ ઇરાન અને અમેરિકાની વચ્ચે તકરાર ચાલી રહી છે. આવી સિૃથતિમાં આ રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક સૈન્ય પ્રવક્તા મીલેસ કોગીન્સે કહ્યું હતું કે રોકેટને કારણે સ્થળ અને તેની આસપાસ નુકસાન થયું છે. જોકે કોઇ જાનહાની નથી જોવા મળી. અમેરિકા અહીં ઇરાકી અને અન્ય દેશોના સૈન્ય સાથે મળીને આતંકીઓ સામે અભિયાન ચલાવી રહ્યું છે, જે માટેનો બેઝ ઇરાકમા જ્યાં આ રોકેટ હુમલો થયો ત્યાં જ આવેલો છે. તેથી અમેરિકાના સૈન્યને ધ્યાનમાં રાખીને જ આ હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાકી સૈન્યએ જણાવ્યું હતું કે ત્રણ કત્યુશા રોકેટે ગ્રીન ઝોન પર હુમલો કર્યો હતો.

આ એક અતી હાઇ સિક્યોરિટી વિસ્તાર માનવામાં આવે છે. કે જ્યાં અમેરિકન એમ્બેસી, યુનિયન-3ના હેડક્વાર્ટર અને અન્ય કચેરીઓ આવેલી છે. જ્યારે ચોથુ રોકેટ સૈન્ય નેટવર્ક ચલાવી રહેલા હશેદ-અલ-શાબીના વિવિધ બેઝને ટાર્ગેટ કરીને છોડવામાં આવ્યું હતું. જોકે હશેદ નેટવર્ક દ્વારા કોઇ નિવેદન નથી જારી કરાયું.


 

(6:02 pm IST)