Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

જાપાનના હોન્શુ ટાપુ ઉપર વિચિત્ર ઉત્સવ ''નગ્નોત્સવ''માં યુવાઓ ઉમટયા

દર વર્ષે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે આ પરંપરાગત ઉત્સવ ઉજવાય છે

નવી દિલ્હીઃ જાપાનના હોન્શુ ટાપુ પર શનિવારે એક વિચીત્ર  ઉત્સવ ઉજવાઇ ગયો જેમા બરફીલા હવામાનમાં હજારો યુવાઓએ વાર્ષીક નગ્નોત્સવમાં ભાગ લીધો હતો. સીએનએન અનુસાર જાપાનીઝ ભાષામાં ''હડાકા માત્સુરી'' તરીકે ઓળખાતો આ ઉત્સવ દર વર્ષે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે સૈદાઇજી કાનોનીન મંદિર ખાતે ઉજવાય છે.

આ ઉત્સવમાં હજારો પુરૂષોએ ''ફનદોશી'' તરીકે ઓળખાતા જાપાનીઝ કરી વસ્ત્ર અને સફેેદ મોજાની જોડી પહેરીને ઉત્સાહ  પૂર્વક ભાગ લીધો હતો. સીએનએન અનુસાર, ઓકોયામા ટુરીઝમ બોર્ડના મહિલા પ્રવકતા  ઇટાએનોએ કહ્યુ હતુ કે ભવિષ્યમાં પણ આ લોકો પરંપરાને જાળવી રાખશે તેવી અમને આશા છે.

આ ઉત્સવની ધાર્મીક માન્યતાના ભાગ રૂપે પુરૂષોએ શરૂઆતમાં મંદિરની પ્રદક્ષિણાઓ કરી હતી. પછી બરફ જેવા ઠંડા પાણીથી નાહીને પોતાની જાતને પવિત્ર કર્યા પછી મુખ્ય મંદિર તરફ પ્રયાણ કયુ હતુ. ત્યાર પછી ભાગ લેનારાઓ વચ્ચે પુજારી દ્વારા ફેંકવામાં આવેલી બે લકકી લાકડીઓ મેળવવાની પ્રતિસ્પર્ધા થઇ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનારાઓની ધકકા મુકકીમાં ઘણા લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી.

ભાગ લેનારાઓ ઉપરાંત આ ઉત્સવને નિહાળવા માટે દુનિયાભરમાંથી ઘણા લોકો આવતા  હોય છે.

(3:51 pm IST)