Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ફ્રાંસમાં પેંશન સુધારાના વિરોધમાં લાખો લોકોએ પ્રદર્શન કર્યું

નવી દિલ્હી: ફ્રાંસમાં પેંશન સુધારાના વિરુદ્ધ પ્રદર્શન ચાલુ છે આ ઘટનામાં લગભગ 187000 ફ્રાંસના વિભિન્ન વિસ્તારમાં થયેલ પ્રદર્શનમાં લોકો જોડાયા છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લગભગ 23 હજાર લોકો પેંશન સુધારા વિરુદ્ધ પોતાની નારાજગી જતાવવા માટે રાજધાની પેરિસના રસ્તા પર  ઉતર્યા હતા.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રો દેશમાં યુનિવર્સલ પેંશન સ્કીમ કરવા ઈચ્છે છે જેના કારણોસર અંગત અને સરકારી કર્મચારીઓને સેવાનિવૃત્તિ પછી યોગ્ય પેંશન મળે પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે આ નિયમમાં ખામી છે અને તેના કારણે તેમને 62 વર્ષમાં સેવાનિવૃત્તિ પછી પણ કામ કરવું પડે છે.

(6:01 pm IST)