Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કેનેડાની કંપનીએ પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને બિલ્ડીંગ બ્લોક બનાવવામાં મેળવી સફળતા

નવી દિલ્હી:કેનેડાની ઇનોવેટિવ આઈડિયાથી કામ કરતી કંપનીએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અનોખો વિકલ્પ શોધી લીધો છે. નોવા સ્કોટિયા વિસ્તારમાં ભેગો થતા પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને બિલ્ડિંગ બ્લોક બનાવવામાં ગૂડવૂડ કંપનીને સફળતા મળી છે. કંપની શહેરનો 80 ટકા કચરાને રિસાયકલ કરી રહી છે. પ્લાસ્ટિકમાંથી બનાવેલા આ બ્લોકમાં ડ્રિલ અને ખિલ્લી પણ ખૂંપી શકાય છે. એક લાકડામાંથી જે વસ્તુ બનાવી શકાય તે બધી આ બ્લોકમાંથી બનાવી શકાય છે. બાકી રહેલો 20 ટકા કચરો રિસાયકલ માર્કેટમાં મોકલવામાં આવે છે. ગૂડવૂડ કંપનીના આ પ્રયાસથી હોલિફેક્સ શહેરના અધિકારીઓ ઘણા ખુશ છે. તેમનું માનવું છે કે, આ રિસાયક્લિંગથી પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય વપરાશ થઈ જશે અને લાકડા માટે વૃક્ષોને પણ કાપવા નહીં પડે. હોલિફેક્સના સોલિડ વેસ્ટ ડિવિઝન મેનેજર એન્ડ્ર્યુ ફિલોપોલુસે કહ્યું કે, હું ખુશ છું કે, ગૂડવૂડ કંપની 80 ટકા પ્લાસ્ટિકનો કચરો વાપરી રહી છે.

(5:59 pm IST)