Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઈંટરનેટ સ્વતંત્રતાને લઈને પાકિસ્તાન દુનિયાના સૌથી ખરાબ દેશમાં સામેલ થયું

નવી દિલ્હી ઈન્ટરનેટ સ્વતંત્રતાને લઈને કરાયેલા આંતરાષ્ટ્રીય સર્વેક્ષણમાં પાકિસ્તાને દુનિયાના સૌથી વાહિયાત દેશોમાં સામેલ કરાયું છે. પાંચ માપદંડોને આધારે તૈયાર કરાયેલા આ સર્વેક્ષણમાં વિશ્વના 181 દેશોને સમાવવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાનને બેલારુસ, તુર્કી, ઓમાન, સંયુક્ત અરબ અમિરાત અને ઈરિટ્રિયા સાથે ઈન્ટરનેટ સ્વતંત્રા મામલે સૌથી ખરાબ દેશોની શ્રેણીમાં રખાયું છે.

ઉલ્લેખનીય છે કે ટેક રિસર્ચ કંપની કંપેરિટેકના સર્વેમાં ટોરેન્ટસ પોર્નોગ્રાફી, ન્યૂઝ મીડિયા, સોશિયલ મીડિયા અને વીપીએનને માપદંડ તરીકે રખાયા હતા અને આ આધારે 181 દેશોમાં ઈન્ટરનેટ સ્વતંત્રતાને લઈને સર્વે હાથ ધરાયો હતો. જેમાં પાકિસ્તાનને 10માંથી સાત ગુણ મળ્યા. પાકિસ્તાન ઉપરાંત બેલારુસ, તુર્કી, ઓમાન, યુએઈ અને ઈરિટ્રિયાને પણ 10માંથી સાત ગુણ મળ્યા. સેંસરશિપના આધારે આ સ્કોર ઈન્ટરનેટ સ્વતંત્રાના મામલે ઘણી ખરાબ સ્થિતિ દર્શાવે છે.

(5:58 pm IST)