Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જૂના કાનૂની ખટલાના નિકાલ માટે પતિએ પત્ની જોડે તલવારબાજી દ્વારા ફેંસલાની માગણી કરી

ન્યૂયોર્ક તા. ૧૭ : અમેરિકાના આયોવા શહેરમાં રહેતા ૪૦ વર્ષના ડેવિડ ઓસ્ટ્રોમે ભૂતપૂર્વ પત્ની સામેની કાનૂની લડતના નિકાલ માટે તેની સાથે તલવારબાજી કરવા દેવાની માગણી કરી છે. ડેવિડે કોર્ટને જણાવ્યું છે કે 'મારી ભૂતપૂર્વ પત્ની ૩૮ વર્ષની બ્રિજેટે મને કાનૂની લડતમાં કંગાળ કરી નાખ્યો છે. ન્યાયાધીશ બન્ને પક્ષોને કાયદેસર રીતે વિવાદો લડાઈના મેદાનમાં ઉકેલવાની છૂટ આપી શકે છે. અમેરિકામાં લડાઈ દ્વારા કાનૂની વિવાદોનો ઉકેલ લાવવાની જોગવાઈ પર પ્રતિબંધ કે નિયંત્રણ નથી. હું મારી પત્ની સાથે કે તેણે નિયુકત કરેલા લડવૈયા સાથે તલવારબાજી કરવા તૈયાર છું. જેપનીઝ સમુરાઈ તલવારો બનાવડાવવા કે શોધવાની મોકળાશ માટે મને ૧૨ અઠવાડિયાં આપવાની હું ન્યાયાધીશને વિનંતી કરું છું.'

પતિની આ માગણી સાંભળીને પત્ની બ્રિજેટ ઓસ્ટ્રોમના વકીલ મેથ્યુ હડસને ડેવિડના માનસિક સ્વાસ્થ્યની તપાસ કરાવવાનો અનુરોધ અદાલતને કર્યો છે.

(12:56 pm IST)