Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પાઇનેપલ પછી હવે કિવી પીત્ઝા આવ્યા છે, શું તમે ખાવા તૈયાર છો?

નવી દિલ્હી,તા.૧૭: સ્પાઇસી પીત્ઝા પર ફૂટના ટોપિંગ્સે ફરી એક વાર સ્વાદના રસિયાઓ વચ્ચે વિવાદ ઊભો કર્યો છે. થોડાક સમય પહેલાં ઈન્ટરનેટ પર ધમાલ મચાવતા પાઇનેપલ પીત્ઝા પરની ચર્ચા હજી પૂરી નથી થઈ ત્યાં હવે કિવી પીત્ઝા આવ્યા છે અને એનો સ્વાદરસિયાઓએ વાંધો ઉઠાવ્યો છે. પરંપરાગત રીતે ટમેટો સોસ અને ચીઝના બેઝ પર કિવીની સ્લાઇઝ મૂકેલા પીત્ઝાની કલ્પના જ અનેકને થથરાવી ગઈ છે અને તેમણે ઈન્ટરનેટ પર આવો ભયાનક અખતરો કરનાર પર ટીકાની ઝડીઓ વરસાવી છે. જોકે સામે પક્ષે અનેક લોકો એક વાર આ પીત્ઝાનો સ્વાદ લેવા તૈયાર છે. તેમના મતે અવનવા સ્વાદના અખતરા જીવનમાં કરતા જ રહેવું જોઈએ.

(11:22 am IST)