Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

૧૪ કલાકની ફલાઇટના બિઝનેસ કલાસમાં અચાનક પંખી ઊડાઊડ કરતું જોવા મળ્યુ

નવીદિલ્હી, તા.૧૭: થોડા દિવસ પહેલાં સિંગાપોર ઇન્ટરનેશનલ એરલાઇન્સની સિંગાપોરથી લંડન જઇ રહેલી ફલાઇટમાં અચાનક જ ચાલુ ફલાઇટે એક પંખી પ્લેનની અંદર ઊડતું જોવા મળ્યું હતું. સામાન્ય રીતે સિંગાપોરથી લંડનની ફલાઇટ ૧૪ કલાકની હોય છે. જોકે ૧૨ કલાક વીતી ગયા પછી અચાનક ચાલુ ફલાઇટે બિઝનેસ કલાસમાં એક પંખી અહીંતહીં ઊડવા લાગ્યું. કોઇ પ્રવાસીએ એનો વિડિયો અને તસ્વીરો લીધાં હતાં. થોડી વાર આમતેમ ઊડીને પંખી નિરાંતે સામાન રાખવાની અભરાઇ પર બેસી ગયું હતું. ફલાઇટના ક્રૂ-મેમ્બર્સે એને પકડવાની ટ્રાય કરી હતી, પણએ કોઇના હાથમાં નહોતું આવ્યું. સિંગાપોર એરલાઇને ચાલુ ફલાઇટે પંખી મળી આવ્યાની વાતની પુષ્ટિ કરી છે, પણએ પ્લેનમાં કઇ રીતે આવ્યું એનું રહસ્ય હજી અકબંધ છે.

(4:02 pm IST)