Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કારને ત્રાસી પાર્ક કરવાથી ૬૫ ટકા વધુ પાર્કિગ-સ્પેસ મળે છે

ચીનનાઃ ચોન્ગકિન્ગ શહેરમાં પાર્કિગનો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જયાં કારને અમુક એન્ગલ પર ત્રાંસી પાર્ક કરવામાં આવી છે. એમ કરવાથી ૪૦૦ સ્કવેર મીટરના વિસ્તારમાં ૪૦ કાર માટે જગ્યા થઇ રહી છે. અહીં પહેલાં માત્ર ૨૪ કાર પાર્ક થતી હતી, પણ ત્રાંસી પાર્કિગ-સ્પેસથી ૬૫ ટકા વધુ એટલે કે ૪૦ કાર પાર્ક થઇ શકે છે. ચીન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભારતમાં બીજા ક્રમે વધતી વસ્તી અને ઘટતી સ્પેસને પગલે આ પ્રયોગ ખૂબ લાભદાયી છે. ૧૨ સેન્સર અને ૮ રડાર ધરાવતી આ પાર્કિગની સિસ્ટમના પ્લેટફોર્મ પર કારને મૂકી દેવાથી સિસ્ટમ આપમેળે જ કારને નકકી કરેલા ખૂણે ત્રાંસી ઊભી કરી દેશે. જરૂર પડયે ફરી પાછી પૂર્વવત્ પર્ણ કરીદેછે.

(4:01 pm IST)