Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

આ ભાઇનો દોસ્ત છે ઝેરીલો કાનખજૂરો

તાઇવાનમાં રહેતા ૨૬ વર્ષના નીલ ચેન્ગ લી નામના યુવકે કાનખજૂરો પાળ્યો છે. તેણે પાળેલો કાનખજૂરો પેરૂમાં જોવા મળતો ઝેરી અને જાયન્ટ પ્રજાતિનો છે. ૨૦૧૪માં તેણે એ પાળ્યો ત્યારે એ ખૂબ ટચુકડો હતો, પણ પછી ખાઇ-પીને તગડો થઇ ગયો છે. આ ઝેરી કાનખજૂરો કરડે તો એનાં કરતાં ૧૫ ગણી સાઇઝના શિકારને માત આપે છે. જો કે નીલ ચેન્ગ લીને એનો કોઇ ડર નથી. આ કાનખજૂરો તેને પણ કરડે છે અને એનાથી તેને પીડા થાય છે, પણ હવે તેને આદત પડી ગઇ છે. તે બિનધાસ્તપણે નીલના શરીર પર ફરે છે અને એમાં તેને કંઇ જ થતું નથી. પાળેલા કાનખજૂરાને આ ભાઇ પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માને છે.

(3:47 pm IST)