Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ટ્રાઉઝરમાં સાપ ભરીને પ્લેનમાં ચડતો પેસેન્જર પકડાયો

બર્લિન તા ૧૭ : જર્મનીના એક એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ અજીબોગરીબ રીતે સાપનું સ્મગલિંગ કરવાનો પ્રયાસ કરતા પેસેન્જરને પકડી પાડયો છે. બર્લિન શોએનફેલ્ડ એરપોર્ટ પર૪૩ વર્ષનો એક માણસ ઇઝરાયલ જવા માટેની ફલાઇટ પકડવા એરપોર્ટ પર આવ્યો હતો. એ વખતે એકપોર્ટના સિકયોરીટી વર્કસને આ ભાઇના પેન્ટમાં કંઇક વિચીત્ર આકાર ધરાવતી ચીજહોય એવું જણાયું હતું. સિકયોરીટીએ કસ્ટમ્સ અધિકારીઓનું આ અનયુઝઅલ ચીજ પ્રત્યે ધ્યાન દોર્યુ. જાંચ અધિકારીઓએ જયારેતેના ખિસ્સાં તપાસ્યા ત્યારેએમાંથી કોટનની એક થેલી નીકળી. એ થેલીમાં ૧૬ ઇંચ લાંબો બોઆ કોન્સ્ટ્રિકટર પ્રજાપતિની સાપ હતો. અધિકારીઓએ તેની પાસેઆ સાપને લઇ જવા માટેનું લાઇસન્સ માંગતા એવું કંઇ મળ્યું નહોતું. શાપ સાથે ભાઇસાહેબ એરપોર્ટ પર જ પકડાઇ ગયા હોવાથી સાપ જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને દંડ સાથેતેને આગળની જર્નીકરવાની પરવાનગી અપાઇ હતી.

(3:47 pm IST)