Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સ્નોમાંથી બનાવ્યું સાત ફુટનું ગરુડ

ન્યુયોર્ક તા. ૧૭ :.. અમેરિકાના જે પ્રદેશોમાં ખૂબ જ બરફ પડે છે ત્યાં લોકો પોતાના ઘરની બહાર એ બરફને પોતાની ક્રિએટિવીટી દ્વારા સજાવવા લાગ્યા છે. ગ્રીનફીલ્ડ શહેરમાં રિક હોર્ટન્સ નામના ભાઇએ પોતાના  ઘરનાં આંગણામાં પડેલા સ્નોને એકઠો કરીને એમાંથી સાત ફુટ ઊંચા ગરુડનું સ્કલ્પ્ચર બનાવી દીધું છે. રિકે કડકડતી અને થિજાવી દેતી ઠંડીમાં ૧પ કલાક સુધી સ્નો એકઠો કરીને એને ગરુડનો શેપ આપ્યો છે. આવી જ ક્રિએટીવીટીના સમાચાર કેનેડાના મોન્ટ્રિયલના છે. અહીં એક ભાઇએ પોતાના ઘરની બહાર બરફમાંથી ખાસ સ્પોર્ટસકાર બનાવી છે.

(3:46 pm IST)