Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

જાણો શરીરને ફિટ રાખવા માટે શું છે શ્રેષ્ઠ? જીમ કે ડાન્સ

આજકાલ દોડધામ ભર્યા આ જીવનમાં  ફિટનેસનું ધ્યાન રાખવુ ખૂબ જ મુશ્કેલ બની ગયુ છે. આ જ કારણછે કે નાની ઉમંરના બાળકો પણ મોટાપાનો શિકાર થઈ રહ્યા છે.

આજકાલ ખાણી-પીણીના કારણે દર ત્રણમાંથી એક વ્યકિત મોટાપાથી હેરાન છે. જેટલી સરળતાથી મોટાપો વધી જાય છે. તેને ઘટડવો એટલી જ મુશ્કેલ હોય છે. પરંતુ, જો તમે તમારી દિનચર્યામાં ફેરફાર કરો, તો તમે વધતા વજને સરળતાથી કંટ્રોલ કરી શકો છો.

જ્યારે બોડી મેન્ટેન રાખવાની વાત આવે તો લોકો વિચારમાં પડી જાય છે. શરીર ફીટ રાખવા માટે જીમ શ્રેષ્ઠ

જો તમારે શરીરના એક ભાગ માટે મહેનત કરવી હોય તો તેના માટે જીમ શ્રેષ્ઠ છે. પરંતુ, જો તમારે આખા શરીરને વજન ઓછો કરવો છે તો તેના માટે ડાન્સ શ્રેષ્ઠ છે. 

ભલે ડાન્સ થેરેપીના પરિણામ નબળા મળે છે પરંતુ, શરીરને ફીટ રાખવા માટે ડાન્સ સૌથી શ્રેષ્ઠ છે અને જો તમે મજબૂત માંસપેશીઓ ઈચ્છો છો તો તેના માટે જીમ બેસ્ટ છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે, જીમ  ટ્રેઈનર વગર જીમમાં વર્કઆઉટ કરવુ ખતરનાક બની શકે છે. ઉપરાંત તમે યોગ્ય રીતે વર્કઆઉટ કરતા નથી, તો તમારૂ શરીર બેટોળ બની શકે છે.

 

(9:34 am IST)