Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નેપાળમાં ગેરકાયદેસર રીતે ડ્રોન ઉડાવવાના મામલે ભારતીયની ધરપકડ

નવી દિલ્હી: નેપાળમાં ગેરકાનૂની રૂપથી ડ્રોન ઉડાવવાના આરોપસર એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ અધિકરી દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે 20 વર્ષીય તોપટેન લામા સિક્કિમનો રહેવાસી છે અને બુદ્ધ નીલકંઠમા ભાડાના મકાનમાં તે રહે છે.તેમને પોતાના ઘરની અગાસીમાંથી ડ્રોન ઉડાવવાના મામલે ધરપકડ કરવામાં આવી છે.લામાએ જણાવ્યું કે તેમણે કાઠમંડુની એક દુકાનમાંથી મનોરંજન માટે ડ્રોન ખરીદ્યું હતું પરંતુ હાલમાં તેનો ઉપયોગ કાનૂની રીતે ગેરકાયદેસર મનાય છે એટલા માટે તેમની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(7:46 pm IST)