Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મિનેસોટાના એક ટીનેજરની મોંફાડ છે રેકોર્ડબ્રેક ૩.૬૭ ઇંચ

અમેરિકાના મિનેસોટાના બ્લુમિન્ગ્ટનમાં રહેતા ૧૪ વર્ષના આઇઝેક જોન્સનની મોંફાડ ૩.૬૭ ઇંચની છે. આ બાબત વિશ્વવિક્રમ હોવાનું ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્ સ વેરિફાય કરીને કહ્યું છે. વિશ્વની સૌથી મોટી મોંફાડનો અગાઉનો ૩.૪૬ ઇંચનો વિક્રમ જર્મન યુવાનના નામે હતો. આઇઝેક જોન્સન કહે છે કે મારી મોંફાડમાં બેઝબોલ કે ૨૦ ઔંસની પીણાની બોટલના તળિયાનો ભાગ સમાવી શકું છું.

(3:29 pm IST)
  • કેન્દ્ર સરકારે 35298 કરોડ રૂપિયાની રકમ GSTના લેણાં પેટે છૂટી કરી : રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાષિત પ્રદેશોની માંગણીને વાચા : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસે આપેલી માહિતી : 18 ડિસેમ્બરના રોજ મળનારી GST કાઉન્સિલ મીટીંગ પહેલા લેવાયેલો નિર્ણય access_time 8:20 pm IST

  • અયોધ્યામાં 4 માસમાં ગગનચુંબી રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઇ જશે : ઝારખંડ ચૂંટણી સભામાં ગૃહમંત્રી અમિત શાહનો કોલ : ભારતીયોની એકસો વર્ષ જૂની માંગણી સંતોષાઈ જશે access_time 6:50 pm IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST