Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

વૈજ્ઞાનિકોને અચંબિત કરતું અદ્દભૂત માનવ શરીર

મજબૂત ફેફસા

આપણા ફેફસાં દરરોજ ૨૦ લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે.

આવી કોઇ ફેકટરી નથી

આપણું શરીર દર સેકન્ડે ૨૫ કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ ૨૦૦ અબજથી વધુ રકત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં ૨૫૦૦ અબજ રકત કોષો હોય છે. લોહીના એક ટીપામાં ૨૫ કરોડ કોશિકાઓ છે.

લાખો કિલોમીટર મુસાફરી

માનવ રકત દરરોજ શરીરમાં ૧,૯૨,૦૦૦ કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ ૫.૬ લિટર લોહી છે, જે દર ૨૦ સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે.

ધબકારા

તંદુરસ્ત વ્યકિતનું હૃદય દરરોજ ૧૦૦,૦૦૦ વખત ધબકે છે. તે વર્ષમાં ૩૦ કરોડકરતાં વધુ વખત ધડકી ચૂકયું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને ૩૦ ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે.

બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ

માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે.

નાકમાં એર કંડિશનર

આપણા નાકમાં કુદરતી એર કન્ડીશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ   હવાને ઠંડી કરી ફેફસાંમાં જવા દે છે.

કલાક દીઠ ૪૦૦ કિ.મી. ની ગતિ

ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના ૪૦૦ કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં ૧૦૦ અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે.

જબરદસ્ત મિશ્રણ

શરીરમાં ૭૦ ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નિકલ અને સિલિકોન છે.

અજબ છીંક

છીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક ૧૬૬ થી ૩૦૦ કિલોમીટર સુધી હોઈ શકે છે. ખુલ્લી આંખે છીંકવું અશકય છે.

બેકટેરિયાનું ગોદામ

માનવ શરીરનું ૧૦ ટકા વજન એમાં રહેલા બેકટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં ૩.૨ કરોડ બેકટેરિયા હોય છે.

ઇએનટીનું વિચિત્ર વિશ્વ

આંખો બાળપણમાં જ પુરેપુરી વિકસી ચૂકે છે, બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જયારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન ૧,૦૦૦ થી ૫૦,૦૦૦ હર્ટ્ઝ વચ્ચેનાં અવાજનાં મોજા સાંભળી શકે છે.

દાંતની કાળજી લો

માનવ દાંત શીલા જેવા મજબૂત છે. પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે, જયારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે સક્ષમ નથી.

મોંમાં ભીનાશ

માનવ મોંમાં દરરોજ ૧.૭ લિટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચન કરે છે તે ઉપરાંત જીભમાં રહેલી ૧૦,૦૦૦ કરતાં વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવાળી રાખે છે.

પલક ઝપકતાં

વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઇ રહે છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે છે.

નખની કમાલ

અંગૂઠાના નખ સૌથી ધીરે ધીરે વધે છે. જયારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે છે.

દાઢીના વાળ

પુરૂષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે. જો કોઈ વ્યકિત આખું જીવન દાઢી ના કરે તો એની દાઢી ૩૦ ફુટ લાંબી હોઈ શકે છે.

ખોરાકનું ગણિત

વ્યકિત સામાન્ય રીતે ખાવા પાછળ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે. જીવનપર્યંત આપણે આપણા વજન કરતાં ૭,૦૦૦ ગણો વધારે ખોરાક ખાધો હોય છે.

વાળ ખરવાની પરેશાની

એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ ૮૦ વાળ ખરતા હોય છે.

ડ્રીમ વર્લ્ડ

બાળક દુનિયામાં આવે તે પહેલા પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્ન જોવાનું શરૂ કરે છે. વસંતઋતુમાં બાળક ઝડપથી વિકાસ પામે છે.

ઊંઘનું મહત્વ

ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે. મગજ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને સમારકામનું કામ પણ થાય છે. ઊંદ્ય દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરુરી હોર્મોન્સ મુકત થતા હોય છે.

તમારા કિંમતી શરીરનું ઓછું મૂલ્યાંકન કરતા નહિં. આ અદ્દભૂત સર્જન કરનાર એ ઉર્જારૂપી ભગવાનને  અચૂક યાદ (આભાર પ્રગટ કરશો )કરશો. સવારે ઉઠી ને ,જમતી વખતે અને રાતે સૂતી વખતે. (સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહેલ મેસેજ).

(1:01 pm IST)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે લેવાયેલ એમએસઈ સેમેસ્ટર-૧માં મેથેમેટીકસ એલઝીબ્રા પેપરમાં પેપરસેટરે કોર્ષ બહારનું પૂછતા વિદ્યાર્થીનો હોબાળો : વિદ્યાર્થીઓનો આક્રમક મિજાજ પારખી પ્રશ્નપત્ર રદ્દ કરવાની ફરજ પડી access_time 5:55 pm IST

  • રાજકોટમાં વધુ બે નવા ઓવરબ્રીજની જાહેરાત: કાલાવડ રોડ ઉપર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઉમિયા ચોક ખાતે ઓવર બ્રીજ બનાવવાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સરકારમાં દરખાસ્ત access_time 12:56 pm IST

  • બે દિવસમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની તમામ ૧૦૦ હોસ્ટેલ ખાલી કરાવવામાં આવશેઃ ૫ હજાર બહેનો સહિત ૧૮ હજાર વિદ્યાર્થી ભાઈ - બહેનો રહે છે : અલીગઢ થઈને જતી તમામ ટ્રેનોને સ્ટોપેજ અપાશે : વધુ બસોનો ઈંતેજામ પણ કરાશે access_time 12:56 pm IST