Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

સાઉદી અરબઃ પાકિસ્તાનમાં ઇતિહાસનું સૌથી મોટું વિદેશી રોકાણ કરશે.

ઇસ્લામાબાદ :  એક તરફ અમેરિકા અને ભારત સહિત દુનિયાના ઘણા દેશો પાકિસ્તાન પર વિવિધ રીતે પ્રતિબંધ લગાવી રહ્યાં છે તો બીજી તરફ  અમુક એવા દેશો પણ જે પાકિસ્તાનની સતત મદદ કરી રહ્યાં છે. આ યાદીમાં પ્રથમ નામ ચીનનુ આવે છે જે ભારતની ચેતવણી બાદ પણ પાકિસ્તાન સાથે હાથી મીલાવી રહ્યું છે. અને હવે વધુ એક સઉદી અરબે પણ પાકિસ્તાનની મદદ કરવાની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનના એક પ્રધાને આ અંગે નિવેદન આપતા કહ્યું કે સાઉદી અરબ પાકિસ્તાનમાં ઇતિહાસનું સૌથી મોટું વિદેશી રોકાણ કરવા જઇ રહ્યું છે.  રિપોર્ટ મુજબ અસદ ઉમરે  ઇસ્લામાબાદમા એક કાર્યક્રમમા જણાવ્યું કે  આ પેકેજની ઘોષણા ટૂંક સમયમાં જ કરવામા આવશે.વધુમાં કહ્યુ કે  આ પેકેજને કેબિનેટની મંજુરી માટે  આગામી સપ્તાહે મોકલવામા આવશે અને ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પ્રધાને કહ્યું કે જલ્દી રોકાણ કરવા અંગેે અન્ય લોકો મારફતે સાઉદીના ક્રાઉન પ્રીન્સ મોહમદ બીન  સલામાન તરફથી સતત સંદેશા મળી રહ્યાં છે.

(12:56 pm IST)