Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

રશિયાની મેપિંગ કંપની તુર્કી અને ઇઝરાયેલમાં આવેલી ગુપ્ત લશ્કરી છાવણીના સ્થળો જાહેર કયા

મોસ્કોઃ  યાન્ડેકસ મેપ્સ નામની  રશિયાની  ટોચની મેપિંગ સેવા પૂરી પાડતી કંપની અને ગુગલ મેપ્સને સમકક્ષ કંપનીએ ભૂલથી તુર્કી અને ઇઝરાયેલના કેટલાક પ્રદેશોમાં આવેલી ગુપ્ત લશ્કરી છાવણીઓના સ્થળની માહીતી જાહેર કરી દીધી છે. ફેડરેશન ઓફ અમેરીકન સાયન્ટિસ્ટ (એફએએસ) ના ન્યુકિલયર ઇન્ફોર્મેશન પ્રોજેકટના મેટ્ટ કોરડાએ આપેલા અહેવા મુજબ આ લશ્કરી છાવણીનું ક્ષેત્રફળ હવાઇ મથકોથી લઇને શસ્ત્રાગાર જેટલું લાંબુ છે. અને તેમણે વર્ણન કરતા કહ્યુ છે કે આ છાવણીઓ શહેરના નાના અને અવર્ણનીય વિસ્તારોમાં આવેલી છે. સામાન્ય રીતે ગુગલ મેપ્સ અને અન્ય મેપીંગ સેવાઓ આવી ગુપ્ત છાવણીઓને  અથવા ગુપ્ત સ્થળનોને સેટેલાઇટ દ્વારા લેવાયેલ અસ્પષ્ટ ચિત્રની મદદથી દર્શાવે છે.

(12:56 pm IST)